·
દરેક બાળકને શીખવા માટે પુરતો સમય આપી શકાય છે.
·
વર્ગમાં ગેરહાજર રહેતાં બાળકો માટે પૂરક શિક્ષણની
વ્યવસ્થા છે.
·
શિક્ષકની મદદ વડે પરંતુ પોતાની સમજ પ્રમાણે જાતે
શીખવાની તક પ્રત્યેક બાળકને મળે છે.
·
બાળકને પોતાની રુચિ અને રસ મુજબ કામ કરવાની તક મળે
છે.
·
બાળકને કોઇ જ પ્રકારનું દફતર, પાટી, પેન કે અન્ય
સામગ્રી લઈને શાળાએ આવવાનું હોતું નથી. ખરે જ હવે બાળક ભાર વગરનું ભણતર પ્રાપ્ત
કરશે એ અહી જોઈ શકાય છે.
·
આ અભિગમમાં બાળકની પરિક્ષા દરરોજ લેવાય છે અને
તેની પ્રગતિની નોંધ થાય છે અને બાળક, વાલી અને શિક્ષકને ખબર પણ પડે છે કે બાળક શિક્ષણમાં
વાસ્તવિક રીતે ક્યાં છે.
·
કોઇ સંકલ્પનાની સમજમાં બાળક નબળું જણાય, તો તેનું
ઉપચારકાર્ય તરત જ શરૂ થાય છે.
·
દરેક બાળક પોતાનું કામ વર્ગમાં શાંતિથી અને પોતાની
સમજ મુજબ કરે છે.
·
વર્ગનાં તમામ
બાળકો સાથે શિક્ષક વ્યક્તિગત રીતે કાળજીથી કામ કરે છે.
·
વર્ગમાં ઘોંઘાટ, તોફાન, અવાજ કે શોરબકોર થવા પામતો
નથી.
·
શિક્ષક દરેક બાળકને શાળામાં આવવાનું અને રોકાવાનું
ગમે તેવું વાતાવરણ પેદા કરી શકે છે.
·
નબળું, હોશિયાર, ગેરહાજર રહેતું, તોફાની, શરમાળ
અને વિકલાંગ બાળક પણ શિક્ષક પાસે સારું શિક્ષણ
પ્રાપ્ત કરી શકે છે.
No comments:
Post a Comment