સી.આર.સી.સી.ની કામગીરી:
·
પોતાના સી.આર.સી.ની તમામ પ્રજ્ઞા શાળાઓના બધા જ પ્રજ્ઞા વર્ગોની દર
અઠવાડિયે ઓછામાં ઓછી એકવાર મુલાકાત લેશે.
·
“મારા પ્રજ્ઞા વર્ગમાં આટલું તો જોઈએ જ”ના અગત્યના ૧૦ મુદ્દા
પર પ્રજ્ઞા શિક્ષકે કરેલ
કામગીરી ચકાસશે.
·
કચાશ ધરાવતા મુદ્દા પર શું થઇ શકે તે
છે તેની પ્રજ્ઞા શિક્ષક સાથે ચર્ચા
કરી યોગ્ય કામગીરી કરાવશે.
·
સાહિત્ય નિર્માણમાં પ્રજ્ઞા શિક્ષકોને મદદ કરશે.
·
વર્ગખંડની ગોઠવણીમાં પ્રજ્ઞા શિક્ષકોને મદદ કરશે.
·
દર માસે તમામ પ્રજ્ઞા શિક્ષકોના વર્ગની મુલાકાત લઇ પત્રકો ભરશે અને દર
માસની આખર તારીખે બી.આર.સી. પર મોકલી આપશે.
·
પોતાની પ્રજ્ઞા શાળાને ભૌતિક અને શૈક્ષણિક રીતે નમૂનારૂપ બનાવવા યોગ્ય
કામગીરી કરશે.
·
જરૂર જણાયે જિલ્લા માર્ગદર્શક ટીમનું માર્ગદર્શન મેળવશે.
૪.
પ્રજ્ઞા બી.આર.પી.ની કામગીરી:
·
દર માસે તાલુકાની તમામ પ્રજ્ઞા શાળાની એક વાર મુલાકાત લેશે.
·
“મારા પ્રજ્ઞા વર્ગમાં આટલું તો જોઈએ જ”ના અગત્યના ૧૦ મુદ્દા
પર પ્રજ્ઞા શિક્ષકે કરેલ
કામગીરી ચકાસશે.
·
શિક્ષકોને સાહિત્ય નિર્માણમાં મદદ કરશે.
·
તમામ પ્રજ્ઞા વર્ગોની કામગીરી ચકાસશે તથા વર્ગખંડ અવલોકન પત્રકો ભરી દર
માસે આખર તારીખે બી.આર.સી. પર મોકલી આપશે.
·
શિક્ષકોને પડતી મુશ્કેલીઓ જાણી તેણે દૂર કરવા મદદ કરશે.
·
તમામ શિક્ષકો પ્રજ્ઞા નોંધપોથી નિભાવે અને અદ્યતન કરતા રહે તે જોશે.
·
સારી પ્રજ્ઞા શાળાઓના શિક્ષકોને વધુ સારી કામગીરી માટે પ્રેરણા આપશે,
જયારે નબળી પ્રજ્ઞા શાળાના શિક્ષકોને કચાશ દૂર કરવા માર્ગદર્શન પૂરું પડશે.
No comments:
Post a Comment