પ્રજ્ઞા
અભિગમની વિશેષતાઓ
1.
બાળકોનું પ્રારંભિક સ્તર મૂલ્યાંકન થાય છે.
2.
બાળકોનું સ્તર જાણી તેને યોગ્ય પ્રવૃત્તિમાં જોડવામાં આવે છે.
3.
પાઠ્ય સામગ્રીને નાના-નાના ભાગમાં વહેચીને અભ્યાસ પ્રવૃત્તિઓ કરાવવામાં
આવે છે.
4.
બધાં જ બાળકો નિશ્ચિત જૂથમાં સાથે બેસીને પણ પોતાનું વિષયવસ્તુ જ શીખતાં હોય છે.
5.
કચાશ ધરાવતાં બાળકોને શીખવાનો પુરો મોકો મળે છે.
6.
શીખવા માટે પોતાના સ્તરનો સમૂહ અને ચોક્કસ જગ્યા મળે છે.
7.
સમૂહનું મૂલ્યાંકન કરવું પડતું નથી, સમયાંતરે વ્યક્તિગત મૂલ્યાંકન આપમેળે
થતું રહે છે.
8.
પોતાની શીખવાની શક્તિથી, પોતાના સ્તરથી દરેક બાળક પરિચિત થાય છે.
9.
વિભિન્ન સ્તરનાં બાળકોને બીજા બાળકો સાથે સન્માનપૂર્વક શીખવાની તક મળે
છે.
10.
શીખવાની ક્ષમતાઓનું “માઈલ સ્ટોન” રૂપે વિભાજન થવાથી પાઠ પુરો કરવાની કે ક્ષમતાઓને
વારંવાર યાદ રાખવાની જરૂર નથી પડતી.
11.
અભ્યાસક્રમ શિક્ષક નહિ પણ બાળકો જાતે
પુરો કરે છે.
12.
બાળક, વાલી, શિક્ષક ત્રણેય જાતે જ
બાળકનું સ્તર મૂલ્યાંકન કરી શકે છે.
13.
ઉપચારાત્મક શિક્ષણને પુરો અવકાશ મળે છે.
14.
બાળકોનું નિદાનાત્મક કામ કરવું અતિ
સહેલું બને છે.
15.
પ્રત્યેક બાળક પૂર્ણ અભ્યાસક્રમને
પોતાની ગતિથી શીખી શકે છે.
16.
શીખવા માટેની પુરતી સાધન સામગ્રીના કારણે શીખવાનું
વધુ રસપ્રદ અને અનુભવજન્ય બની રહે છે.
17.
“પ્રજ્ઞા અભિગમ” ની પદ્ધતિ
શીખવા-શીખવવાના સિધ્ધાંત પર આધારિત છે.
18.
વાંચન કૌશલ્યોને સંવર્ધિત કરવા માટે
વિશેષ “વાંચન સામગ્રી” પ્રાપ્ય છે.
19.
વારંવાર દરેક જૂથમાં નવા-નવા સહાધ્યાયીઓ
સાથે શીખવાથી બાળકોમાં દરેક બાળક સાથે મિત્રવત વ્યવહાર અને પરસ્પર સહયોગની ભાવના
વિકસે છે.
20.
દળદાર પુસ્તકના સ્થાને નાનાં-નાનાં
અભ્યાસકાર્ડસથી અધ્યાપન બિંદુઓને સરળતાથી સમજવાની તકો પ્રાપ્ય છે.
21.
જાતે શીખવાથી બાળકોમાં સ્વાવલંબનનો ગુણ
વિકસે છે.
22.
જુદા-જુદા વર્ગ અને ઉંમરનાં બાળકોને
સાથે શીખવાની, રમવાની તક મળે છે.
23.
બાળકોમાં શીખવાની સામગ્રીના નિર્માણની
તથા સામગ્રીના ઉપયોગની ક્ષમતાનો વિકાસ થાય છે.
24.
દફતરનો બોજ ઓછો કરી માનસિક આનંદ આપે
તેવી શિક્ષણ પદ્ધતિનો ઉપયોગ થાય છે.
25.
બાળક શીખવાના દરેક પગથિયાઓ એક પછી એક જ
પસાર કરે છે, એટલે કે શીખતું જાય – યાદ રાખતું જાય અને શીખેલાના આધાર પર આગળનું
વધુ શીખવાનું આપમેળે બનતું જાય.
26.
એક માઈલસ્ટોન પુરો કરવાનો આનંદ પ્રાપ્ત
થાય છે જે પુરા પુસ્તકમાં આવતો નથી.
27.
પરીક્ષાનો ડર દૂર થવાથી બાળકો સતત
શીખવાના મૂડમાં જ રહે છે.
28.
કોઈ કારણવશ થોડા દિવસ કે દિવસો સુધી શાળાએ
ન આવી શકનાર બાળક માટે અભ્યાસક્રમની લેડર અને પ્રગતિમાપન રજીસ્ટર આશીર્વાદરૂપ છે.
શીખવાનું ક્યાંથી શરુ કરવું તે બાળક જાતે જ નક્કી કરી શકે છે.
29.
લેડરને યાદ રાખવા માટે ગમતા સંકેતો
મુકાયા છે, જેથી બાળકો જાતે જ પોતાનું જૂથ, વિષયવસ્તુના મુદ્દા અને અનુભવ ક્ષેત્ર
નક્કી કરી શકે.
30.
વિશેષ અભ્યાસ માટે “સ્વ અધ્યયનપોથી” અને ગૃહકાર્યબુકની તક
ઉભી કરાઈ છે.
31.
“પ્રજ્ઞા અભિગમ”થી બાળકો જાતે જ,
સજાગતાથી અને સ્વપ્રેરણાથી પ્રેરાઈને સહજતાથી શીખે છે.
32.
“પ્રજ્ઞા અભિગમ”માં શિક્ષકનું કાર્ય
બાળકોને શીખવાની સરળતા અને સુવિધા પૂરી પાડવાનું છે, એટલે કે શિક્ષક અહી માત્ર “સુવિદ્યાકર્તા”ની ભૂમિકા ભજવે છે.
33.
“પ્રજ્ઞા અભિગમ”માં બાળકોનું
મૂલ્યાંકન સાચું અને સમય-સમય પર પ્રગતિકારક હોય છે.
34.
બાળકોને શીખવાનો સમયગાળો લચિલો અને
સમયમર્યાદાવિહીન હોવાથી દરેક બાળક પોતે અનુભવના આધારે શીખી શકે છે.
35.
શિક્ષકો બાળકો સાથે નીચે બેસીને કાર્ય
કરે છે જેથી શરમાળ/શાંત બાળકો પણ સક્રિય
બની જાય છે.
36.
શિક્ષક-બાળકનો સંબંધ અભ્યાસ પ્રક્રિયાને
યાદગાર બનાવવામાં મદદરૂપ બને છે.
37.
ગમે તે સ્તરનો બાળક શીખી શકવાનો પુરો હક
ધરાવે છે.
38.
પ્રજ્ઞા અભિગમમાં કચાશ ધરાવતાં અને મંદગતિથી
શીખાવાવાળાં બાળકોની વિશિષ્ટ મુસીબતોની ઓળખ કરવામાં આવે છે અને શિક્ષક બાળકની
આવશ્યકતા અનુસાર મદદ કરે છે.
39.
વર્ગખંડને બદલે વિષયખંડ હોવાથી વર્ગમાં
જે તે વિષયને લગતી પુરતી સામગ્રી હોય છે.
40.
વર્ગશિક્ષકને બદલે વિષયશિક્ષક હોવાથી
બાળકોને બે વિષયશિક્ષકોનો લાભ મળે છે,
જયારે શિક્ષકોને પોતાના વિષયમાં તૈયાર થવાની અને સામગ્રી તૈયાર કરવાની અનુકુળતા
મળે છે.
41.
શિક્ષકને બદલે બાળકો વર્ગખંડો બદલતાં રહે છે.
42.
વર્ગનાં પ્રત્યેક બાળકનો ભણવાનો મુદ્દો
જુદો હોય છે.
43.
વર્ગખંડની ગોઠવણી સાચા અર્થમાં
બાલકેન્દ્રી હોય છે.
44.
બાળકને કોઇ જ પ્રકારનું દફતર, પાટી, પેન કે અન્ય સામગ્રી લઈને શાળાએ
આવવાનું હોતું નથી.
45.
બાળકોએ કરેલ પ્રવૃત્તિઓના પ્રદર્શન માટે
ડિસ્પ્લે બોર્ડ હોય છે, જેમાં પ્રત્યેક બાળકની કૃતિને પ્રદર્શિત કરવામાં આવે છે,
જેનાથી બાળકને પ્રોત્સાહન મળે છે.
46.
વિદ્યાર્થી પોર્ટફોલીઓ અને પ્રોફાઈલ
દ્વારા વિદ્યાર્થીની પ્રગતિ અને રસ-રુચિ જાણી શકાય છે.
47.
બાળકો ‘કેવી રીતે શીખવું’ તે શીખે છે.
48.
સતત નાવીન્યપૂર્ણ પ્રવૃત્તિઓ થતી રહે છે.
49.
બાળકોને દફતરના ભાર સાથે અસમજના ભારમાંથી મુક્તિ મળે છે.
50.
બાળકો માત્ર શિક્ષક પાસેથી જ ન શીખતાં પર્યાવરણ, પ્રોજેક્ટ, એકસપોઝર, સંદર્ભ
સાહિત્ય, સામગ્રી, સહપાઠીની મદદ વગેરે દ્વારા શીખે છે.
51.
બાળકો માત્ર સાક્ષરી વિષયો જ ન શીખતાં સપ્તરંગી પ્રવૃત્તિઓ દ્વારા બહુવિધ
કૌશલ્યોનો પણ વિકસાવે છે. તેમ જ તેમનામાં જીવન કૌશલ્યોનો પણ વિકાસ થાય છે.
52.
સમગ્ર અભ્યાસ કાર્ડ દ્વારા થાય છે, જેથી બાળકને સતત નાવિન્યતાનો રોમાંચ
મળતો રહે છે, આથી બાળક હંમેશા આગળ વધવા તત્પર રહે છે.
No comments:
Post a Comment