Thursday, 23 January 2014

પ્રવૃત્તિ આધારિત શિક્ષણ ઇતિહાસ

પ્રવૃત્તિ આધારિત શિક્ષણ ઇતિહાસ................................

Devid Horsburgh : પ્રવૃત્તિ ના પાયોનિયર આધારિત શિક્ષણ

બ્રિટિશ માણસ Devid Horsburgh ભારત આવ્યા અને છેલ્લે નીચે ત્યાં રહેવાનો નિર્ણય કર્યો છે ત્યારે પ્રવૃત્તિ આધારિત શિક્ષણ વિશ્વ યુદ્ધ આસપાસ 1944 માં ક્યાંક શરૂ કર્યું. તેમણે એક નવીન વિચારક અને પ્રભાવશાળી નેતા હતા. [1 ] તેમણે રીશી વેલી સ્કૂલ શિક્ષણ શરૂ કર્યું. તેમણે બ્રિટિશ કાઉન્સિલ જોડાયા અને ઘણાં વર્ષો સુધી ચેન્નાઇ અને બેંગલોર માં કામ કર્યું હતું . તેમના સ્વૈચ્છિક નિવૃત્તિ બાદ તેઓ Kolar જિલ્લામાં 7 એકર ( 28,000 એમ 2 ) સાઇટ સ્થિત અને તેમના શાળા, નીલ બાગ ખોલ્યું. નીલ બાગ Horsburgh એક નવીન વિચાર પર આધારિત છે અને સારી રીતે આયોજિત શિક્ષણ અધ્યાપન સામગ્રી તેના સર્જનાત્મક પદ્ધતિઓ માટે જાણીતી હતી. તેની પત્ની Doreen અને તેમના પુત્ર નિકોલસ સાથે, Horsburgh સંગીત, સુથારી કામ , સિવણ , ચણતર, બાગકામ , સાથે સાથે સામાન્ય શાળા વિષયો , ઇંગલિશ , ગણિત , સંસ્કૃત, અને તેલુગુ જેમાં વિવિધ અભ્યાસક્રમ , વિકસાવી છે. આ અધ્યાપન શાસ્ત્રને સામગ્રી વ્યવસ્થિત સ્કેચ અને રેખાંકનો અને રમૂજ પ્રસંગોપાત સ્પર્શ સાથે , આયોજન કરવામાં આવ્યા હતા . બાદમાં Horsburgh શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે સુલભ હતું કે નીલ બાગ માં એક ભવ્ય પુસ્તકાલય બનાવી. Horsburgh આ પહેલ પછી ABL માં પાયોનિયર અને લક્ષ્યો એક સાબિત થઈ હતી. આધુનિક સમયમાં ABL શિક્ષણની પદ્ધતિ બંધણી શ્રમ શીખવ્યા હતા જે બાળકો માટે ખાસ શાળાઓ પૂરી પાડવા માટે પ્રયાસ તરીકે , 2003 થી , ચેન્નાઇ ના કોર્પોરેશન શાળાઓમાં અનુસરવામાં આવે છે

પ્રવૃત્તિ આધારિત શિક્ષણ પર રાજ્યો અને સંસ્થાઓ પહેલ.............

તેના સમકાલીન સ્વરૂપમાં આ ABL પ્રથમ 2003 માં ટ્રાયલ ધોરણે 13 શાળાઓ માં ચેન્નાઇ કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવી હતી , જિલ્લા તમામ 270 પ્રાથમિક શાળાઓ દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો છે . પ્રથમ '90s માં આંધ્ર પ્રદેશ માં રીશી વેલી સ્કૂલ દ્વારા ડિઝાઇન અને ચકાસાયેલ છે, આ પ્રવૃત્તિ - આધારિત લર્નિંગ સિસ્ટમ સફળતાપૂર્વક કર્ણાટક, કેરળ, ઉત્તર પ્રદેશ , ગુજરાત અને મધ્ય પ્રદેશ સહિત અનેક ભારતીય સ્ટેટ્સ, અમલમાં મૂકવામાં આવ્યા છે . તમિળનાડુ માં યુનિસેફે સરકારી શાળા માં ABL પદ્ધતિઓ દાખલ કરવા માટે ચેન્નાઇ કોર્પોરેશન ટેકો આપ્યો હતો. ખેતી અને પ્રવૃત્તિ આધારિત શિક્ષણ સિદ્ધાંતોને અનુસરે છે ઘણી સંસ્થાઓ છે. રાજસ્થાન, આંધ્ર પ્રદેશ અને કર્ણાટકમાં Vikasana શાળા માં Sumavanam ગામ શાળા માં Digantar આવેલ evam Khelkud સમિતિ પ્રવૃત્તિ આધારિત શિક્ષણ સિદ્ધાંતો પર સ્થાપના કરવામાં આવી હતી જે સ્થળો છે.


ABL ની ફિલસૂફી તે આસપાસના વાતાવરણ દ્વારા શરૂ અને શીખવા માટે મહત્તમ તકો પૂરી દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવે છે ત્યારે શિક્ષણ શ્રેષ્ઠ હોઈ શકે છે તે સામાન્ય કલ્પના તેના પૂર્વ શોધે છે. એક નીડર અને પર્યાવરણ વ્યક્ત સ્વતંત્રતા હંમેશા શ્રેષ્ઠ શિક્ષણ પરિણામો માટે ઉમેરે છે.

Tuesday, 7 January 2014

પ્રજ્ઞા વર્ગખંડ કામગીરી અંગે શિક્ષકનું સ્વમૂલ્યાંકનનું પત્રક


પ્રજ્ઞા વર્ગખંડ કામગીરી અંગે શિક્ષકનું સ્વમૂલ્યાંકનનું પત્રક

 

શાળાનું નામ:                                                    ધોરણ:                                 .                                                            

શિક્ષકનું નામ:                                                    વિષય:                                 .                                                            

    મોબાઈલ નંબર :                                                .

 

ક્રમ
ચકાસણીનો મુદ્દો
કરેલ કામગીરી
સંપૂર્ણ
અંશત:
બિલકુલ નહિ
વર્ગખંડની ગોઠવણી યોગ્ય રીતે કરેલ છે.
 
 
 
પ્રગતિમાપન રજીસ્ટર યોગ્ય રીતે નિભાવેલ છે
 
 
 
દરેક બાળક પાસે જુદું અભ્યાસકાર્ડ હોય છે અને અભ્યાસકાર્ડની જાળવણી કરવામાં છે.
 
 
 
સ્વઅધ્યયનપોથી યોગ્ય રીતે ઉપયોગમાં લેવાઈ રહી છે અને  પ્રગતિમાપન રજીસ્ટર સાથે ચાલે છે.
 
 
 
પોર્ટફોલિઓ અને પ્રોફાઈલ યોગ્ય રીતે નિભાવેલ છે.
 
 
 
TLM ગ્રાન્ટનો યોગ્ય ઉપયોગ કરેલ છે અને TLM બોક્ષ નિર્માણ કરેલ છે.
 
 
 
બાળકો જૂથમાં બેસી કામ કરે છે, સહપાઠી શિક્ષણ થાય છે તેમજ જૂથ રોટેશન પણ થાય છે.
 
 
 
સપ્તરંગી પ્રવૃત્તિઓ પૂરતા પ્રમાણમાં કરાવવામાં આવે  છે. ( માત્ર ગણિત / સપ્તરંગીના શિક્ષકો માટે જ )
 
 
 
ડિસ્પ્લે બોર્ડ પર બાળકોની પ્રવૃત્તિઓ ડિસ્પ્લે કરવામાં આવે છે.
 
 
 
૧૦
પ્રજ્ઞા શિક્ષક નોંધપોથી નિભાવેલ છે અને જરૂરી નોંધ કરવામાં આવી છે.
 
 
 

 

વર્ગશિક્ષકની સહી

પ્રજ્ઞા શાળા સી.આર.સી.સી.ની કામગીરી & પ્રજ્ઞા બી.આર.પી.ની કામગીરી


સી.આર.સી.સી.ની કામગીરી:

·        પોતાના સી.આર.સી.ની તમામ પ્રજ્ઞા શાળાઓના બધા જ પ્રજ્ઞા વર્ગોની દર અઠવાડિયે ઓછામાં ઓછી એકવાર મુલાકાત લેશે.
·        મારા પ્રજ્ઞા વર્ગમાં આટલું તો જોઈએ જના અગત્યના ૧૦ મુદ્દા પર પ્રજ્ઞા શિક્ષકે કરેલ કામગીરી ચકાસશે.
·        કચાશ ધરાવતા મુદ્દા પર શું થઇ શકે તે છે તેની પ્રજ્ઞા શિક્ષક સાથે ચર્ચા કરી યોગ્ય કામગીરી કરાવશે.
·        સાહિત્ય નિર્માણમાં પ્રજ્ઞા શિક્ષકોને મદદ કરશે.
·        વર્ગખંડની ગોઠવણીમાં પ્રજ્ઞા શિક્ષકોને મદદ કરશે.
·        દર માસે તમામ પ્રજ્ઞા શિક્ષકોના વર્ગની મુલાકાત લઇ પત્રકો ભરશે અને દર માસની આખર તારીખે બી.આર.સી. પર મોકલી આપશે.
·        પોતાની પ્રજ્ઞા શાળાને ભૌતિક અને શૈક્ષણિક રીતે નમૂનારૂપ બનાવવા યોગ્ય કામગીરી કરશે.
·        જરૂર જણાયે જિલ્લા માર્ગદર્શક ટીમનું માર્ગદર્શન મેળવશે.

 

  ૪. પ્રજ્ઞા બી.આર.પી.ની કામગીરી:

·        દર માસે તાલુકાની તમામ પ્રજ્ઞા શાળાની એક વાર મુલાકાત લેશે.
·        મારા પ્રજ્ઞા વર્ગમાં આટલું તો જોઈએ જના અગત્યના ૧૦ મુદ્દા પર પ્રજ્ઞા શિક્ષકે કરેલ કામગીરી ચકાસશે.
·        શિક્ષકોને સાહિત્ય નિર્માણમાં મદદ કરશે.
·        તમામ પ્રજ્ઞા વર્ગોની કામગીરી ચકાસશે તથા વર્ગખંડ અવલોકન પત્રકો ભરી દર માસે આખર તારીખે બી.આર.સી. પર મોકલી આપશે.
·        શિક્ષકોને પડતી મુશ્કેલીઓ જાણી તેણે દૂર કરવા મદદ કરશે.
·        તમામ શિક્ષકો પ્રજ્ઞા નોંધપોથી નિભાવે અને અદ્યતન કરતા રહે તે જોશે.
·        સારી પ્રજ્ઞા શાળાઓના શિક્ષકોને વધુ સારી કામગીરી માટે પ્રેરણા આપશે, જયારે નબળી પ્રજ્ઞા શાળાના શિક્ષકોને કચાશ દૂર કરવા માર્ગદર્શન પૂરું પડશે.

પ્રજ્ઞા શાળાઓના પ્રજ્ઞા વર્ગોમાં આટલું તો જોઈએ જ............................


૧. વર્ગખંડની ગોઠવણી:  
·        વર્ગખંડમાં છાબડી ૪ ફૂટથી વધારે ઊંચી ન હોવી જોઈએ તેમજ બાકીની તમામ વસ્તુઓ તેથી નીચે હોવી જોઈએ.
·        વર્ગની તમામ વસ્તુઓ યોગ્ય રીતે ગોઠવાયેલ હોવી જોઈએ.
·        બાળકો માટે પાથરણાંની વ્યવસ્થા હોવી જોઈએ. (પાથરણાં શાળા પર્યાવરણ ગ્રાન્ટમાંથી ખરીદવાં.)
·        જરૂરી તમામ  TLM ધરાવતું TLM બોક્ષ વર્ગમાં યોગ્ય જગ્યાએ હોવું જોઈએ.
·        ડિસ્પ્લે બોર્ડ યોગ્ય રીતે ગોઠવાયેલ હોવાં જોઈએ અને તેમાં બાળકોની કૃતિઓ દેખાવી જોઈએ.
·        બાળકોના ૩, ૪ અને ૫ નંબરના જૂથમાં બાળકોની મદદ માટે ઝંડી હોવી જોઈએ.
·        વર્ગની તમામ વસ્તુઓ બાળકોની પહોંચમાં હોવી જોઈએ.
·        લેડર જે તે વિષયના ઘોડા પાસે જ હોવી જોઈએ.
·        વાચન, લેખન અને ગણનના વધારે મહાવરા માટે સ્વઅધ્યયનપોથી ઉપરાંત સ્લેટ, સ્વનિર્મિત સામગ્રી, ઝેરોક્ષ વગેરેનો ઉપયોગ થવો જ જોઈએ.
·        શિક્ષક આવૃત્તિ અને પ્રગતિમાપન રજીસ્ટર શિક્ષકની બેઠક પાસે હાથવગાં હોવાં જોઈએ.
·        શિક્ષકની બેઠક ૧ નંબરની છાબડી પાસે બાળકોનાં જૂથ સાથે નીચે  હોવી જોઈએ.
·        વર્ગની તમામ જગ્યાનો ઉપયોગ બાળકોની પ્રવૃત્તિઓ માટે જ કરવાનો હોવાથી વર્ગમાં કોઈ જ પ્રકારની બિનજરૂરી વસ્તુઓ ન હોવી જોઈએ.
·        વર્ગમાં ટેબલ-ખુરસી ન હોવાં જોઈએ.

 ૨. પ્રગતિમાપન રજીસ્ટર:  

·        પ્રગતિમાપન રજીસ્ટર શિક્ષકની બેઠકની બાજુમાં હોવું જોઈએ.
·        બાળકના કાર્ડનું કાર્ય પૂર્ણ થાય તે  સમયે જ પ્રગતિમાપન રજીસ્ટરમાં તેની નોંધ થઇ જવી જોઈએ.
·        વર્ગનાં મહત્તમ બાળકો જુદાં-જુદાં કાર્ડ પર કામ કરતાં હોય, તે સ્થિતિ પ્રગતિમાપન રજીસ્ટર પર પણ દેખાવી જોઈએ.
·        પ્રગતિમાપન રજીસ્ટર પર બાળકની જે કાર્ડ સુધી નોંધ હોય, તે પછીનું કાર્ડ બાળક પાસે હોવું જોઈએ.
·        ધોરણ ૨નાં જે બાળકો ધોરણ ૧માં હોય, તેમની પાસે ધોરણ ૧નાં કાર્ડ હોવાં જોઈએ અને તેવાં બાળકોની નોંધ ધોરણ ૧ના પ્રગતિમાપન રજીસ્ટર પર અથવા અલગ ચોપડામાં કરવી. તેવું જ ધોરણ ૪ માટે સમજવું. 

૩. અભ્યાસકાર્ડ(કાર્ડ)નો ઉપયોગ અને જાળવણી:   

·        તમામ બાળક પાસે અલગ અલગ અભ્યાસકાર્ડ હોવું જોઈએ.
·        વર્ગનાં તમામ બાળકો ટ્રેમાંથી જાતે જ કાર્ડ લઇ, તેમાં દર્શાવેલ TLM લઇ શિક્ષકનું માર્ગદર્શન મેળવી કાર્ડમાં દર્શાવેલ સિમ્બોલ મુજબ યોગ્ય જૂથમાં બેસી શકવા જોઈએ.
·        બાળક પાસે રહેલા અભ્યાસકાર્ડ પર દર્શાવેલ TLM બોક્ષ પર જે TLM બતાવેલ હોય, તે TLM બાળક પાસે હોવાં જ જોઈએ.
·        ધોરણ ૨નાં જે બાળકો ધોરણ ૧માં હોય, તેમને ધોરણ ૧નાં માત્ર અગત્યના કાર્ડ જ આપવા. તેવું જ ધોરણ ૪નાં જે બાળકો ધોરણ ૩માં હોય, તેમના માટે સમજવું.
·        તમામ અભ્યાસકાર્ડ એક સાથે ટ્રેમાં ન મૂકી દેતાં જરૂર મુજબનાં કાર્ડ જ મુકવાં, જેથી ટ્રેમાં કાર્ડ વધી ન જાય અને બાળકોને કાર્ડ લેવામાં સરળતા રહે. (ધોરણનું સૌથી આગળનું બાળક જયારે નવા માઈલસ્ટોન પર આવે, ત્યારે જ નવા માઈલસ્ટોનનાં કાર્ડ મુકવાં અને  જયારે તમામ બાળકો જે માઈલસ્ટોન પૂર્ણ કરી દે, તે માઈલસ્ટોનનાં કાર્ડ લઇ લેવાં.)
·        અભ્યાસકાર્ડ ફાટી ન જાય, બગડી ન જાય કે ખોવાઈ ન જાય, તેની કાળજી રાખવી.
·        અભ્યાસકાર્ડ સહિત તમામ સાહિત્ય નવું જ ઉપયોગમાં લેવું.

૪. સ્વઅધ્યયનપોથી અને ગૃહકાર્ય બુક:   

·        સ્વઅધ્યયનપોથી તમામ બાળકો માટે હોવી જોઈએ.
·        સ્વઅધ્યયનપોથીની કામગીરી બાળકના અભ્યાસકાર્ડની સાથે જ ચાલવી જોઈએ એટલે કે સ્વઅધ્યયનપોથીમાં પ્રગતિમાપન રજીસ્ટરની ટીક મુજબ બાળકની કામગીરી દેખાવી જોઈએ.
·        તમામ બાળકોને એક સાથે સ્વઅધ્યયનપોથી આપી કામગીરી ન જ થવી જોઈએ.
·        સ્વઅધ્યયનપોથી વર્ગમાં યોગ્ય જગ્યાએ ધોરણવાર અને વિષયવાર ગોઠવાયેલ હોવી જોઈએ.
·        બાળક જયારે સ્વઅધ્યયનપોથીનું કાર્ય પૂર્ણ કરે કે તરત જ શિક્ષકે તેની કામગીરી ચકાસી સ્વઅધ્યયનપોથીના તમામ પેજ પર ટૂંકી સહી કરવી અને બાળકને પ્રોત્સાહિત કરવા સ્માઇલી, સ્ટાર વગેરે જેવા સિમ્બોલ આપવા.
·        સ્વઅધ્યયનપોથીમાં ચોકડી કે નેગેટીવ માર્કિંગ કરવું નહિ. જરૂર જણાયે પેન્સિલનો ઉપયોગ કરવો, જેથી તેવું માર્કિંગ દૂર કરી સારું માર્કિંગ કરી શકાય.
·        બાળક જયારે સ્વઅધ્યયનપોથીનું કાર્ય પૂર્ણ કરે ત્યારે તેની સ્વઅધ્યયનપોથીના ત્રીજા કવરપેજ પર રહેલ લેડરમાં પણ ટીક થઇ જવી જોઈએ.
·        સ્વઅધ્યયનપોથી બાળકને ઘરે લઇ જવા આપવાની નથી.
·        ધોરણ ૩ અને ૪માં જયારે ગૃહકાર્યનું કાર્ડ આવે ત્યારે ગૃહકાર્યબુક (ગુજરાતીમાં વાચનમાળા, ગણિતમાં પાકું કરીએ અને પર્યાવરણમાં જાતે શીખીએ) બાળકને ઘરે લઇ જવા આપવી તથા ગૃહકાર્ય પૂર્ણ થયે પરત મગાવી કામગીરી ચકાસવી.
·        ગૃહકાર્યની બુક તમામ બાળકોને એક સાથે આપી કામગીરી ન જ થવી જોઈએ.

૫. પોર્ટફોલિઓ અને પ્રોફાઈલ:  
·        તમામ બાળક માટે પોર્ટફોલિઓ બેગ હોવી જોઈએ તથા વર્ગમાં યોગ્ય રીતે ગોઠવાયેલ હોવી જોઈએ. (પોર્ટફોલિઓ બેગ પ્રજ્ઞા શિક્ષક ગ્રાન્ટમાંથી ખરીદવી.)
·        તમામ બાળકની પોર્ટફોલિઓ બેગમાં તેણે કરેલ પ્રવૃત્તિના ઘણા નમુના હોવા જ જોઈએ.
·        તમામ બાળકની પ્રોફાઈલ બનાવી તેમાં તેમની સામાન્ય માહિતી ઉપરાંત તેમના રસનાં ક્ષેત્રો, ખામીઓ, ખૂબીઓ, મેળવેલ સિદ્ધિઓ વગેરેની માહિતી હોવી જોઈએ.
·        બાળકની પ્રોફાઇલ અને પોર્ટફોલિઓ સમયાંતરે વાલી સાથે શેર કરવો.
૬. TLM  ગ્રાન્ટનો ઉપયોગ અને TLM બોક્ષ નિર્માણ:  

·        શિક્ષકોને મળેલ TLM  ગ્રાન્ટનો યોગ્ય ઉપયોગ કરવો.
·        TLM  ગ્રાન્ટમાંથી અભ્યાસકાર્ડમાં દર્શાવેલ જરૂરી તમામ સામગ્રી ખરીદવી.
·        TLM  ગ્રાન્ટના ઉપયોગથી વાચન, લેખન અને ગણન વિકાસની પ્રવૃત્તિઓ માટે જરૂરી સંદર્ભ સાહિત્યનું નિર્માણ કરવું અને તેનો ઉપયોગ કરવો.
·        સપ્તરંગી પ્રવૃત્તિઓ માટેનું જરૂરી સાહિત્ય પણ TLM  ગ્રાન્ટમાંથી ખરીદવું.
·        સામગ્રી કે સાહિત્ય સારી ગુણવત્તાવાળું જ ખરીદવું.
·        પેન્સિલ, રબર, સંચા, મીણીયા કલર, સેલો ટેપ, કાતર, કટર, ગુંદર, ફેવિકોલ, કાગળ, ફૂટપટ્ટી, પૂંઠાં, ચાર્ટ પેપર, પ્રોજેક્ટ પેપર, ગણન સામગ્રી, સ્ટેપલર, પંચ વગેરે જેવી તમામ જરૂરી સામગ્રી પૂરતા પ્રમાણમાં અને બાળકોની સંખ્યા મુજબ હોવી જ જોઈએ.
·        TLM  ગ્રાન્ટનો ઉપયોગ જે તે વર્ષમાં જ કરી લેવાનો છે.
·        પ્રજ્ઞાના તમામ વર્ગમાં TLM બોક્ષ ફરજીયાત બનાવવું. જે માટે પૂંઠાનું બોક્ષ, લાકડાનું બોક્ષ, લોખંડનો ઘોડો, પ્લાસ્ટીકના બોક્ષ, પ્લાસ્ટીકની બરણીઓ વગેરેનો ઉપયોગ થઇ શકે.
·        TLM બોક્ષમાં અભ્યાસકાર્ડ માટે જરૂરી તમામ સામગ્રી હોવી જ જોઈએ.

૭. જૂથ નિર્માણ અને રોટેશન:  

·        વર્ગમાં બાળકોનાં છ જૂથ હોવાં જ જોઈએ.
·        બાળકોનું જૂથ રોટેશન સતત થવું જોઈએ.
·        સહપાઠી શિક્ષણ થવું જ જોઈએ.
·        તમામ જૂથમાં યોગ્ય સંખ્યામાં બાળકો આપમેળે આવે, તેવું આયોજન પ્રત્યેક સમયે હોવું જોઈએ.
·        જરૂર જણાયે બાળકને થોડો સમય વધારાનું પૂરક કામ આપીને તે જ જૂથમાં રોકી જૂથ નિયમન  કરવું, જેથી કોઈ પણ જૂથમાં વધુ પડતાં  બાળકો એક સાથે ન થઇ જાય.
·        કોઈ પણ બાળકને બીજા બાળકને શીખવવા(સહપાઠી શિક્ષણ માટે) કે અન્ય કોઈ પણ  કારણસર લાંબા સમય સુધી એક જ કાર્ડ પર રોકી રાખવું નહિ.
·        બાળક પાસે રહેલા અભ્યાસકાર્ડમાં જે સિમ્બોલ હોય, તે જૂથમાં જ તે બાળક કામ કરતું હોવું જોઈએ. 

૮. સપ્તરંગી પ્રવૃત્તિઓ: 

·        ગણિત/સપ્તરંગીના શિક્ષકે નિશ્ચિત કરેલ સમયમાં સપ્તરંગીનો તાસ લેવો.
·        સપ્તરંગી પ્રવૃત્તિઓ બાળકના સર્વાંગી વિકાસ માટે જરૂરી હોવાથી આ પ્રવૃત્તિઓ ફરજીયાત કરાવવી.
·        સપ્તરંગી પ્રવૃત્તિઓ કરાવવા સપ્તરંગી મોડ્યુલનો ઉપયોગ કરવો. તેમ છતાં તે સિવાયની પ્રવૃત્તિઓ પણ કરાવી શકાશે.
·        સપ્તરંગી પ્રવૃત્તિઓના તાસમાં સપ્તરંગી મોડ્યુલમાં દર્શાવેલ તમામ સાત એરિયાની પ્રવૃત્તિઓ થવી જોઈએ.
·        સપ્તરંગી પ્રવૃત્તિઓમાં ગુજરાતી, ગણિત અને પર્યાવરણ એમ ત્રણેય વિષયને સરખું પ્રાધાન્ય મળવું જોઈએ.
·        ગુજરાતી, ગણિત અને પર્યાવરણ એમ ત્રણેય વિષયની કાર્ડમાં આવતી વાર્તાઓ, ગીતો, રમતો વગેરે સમુહમાં સપ્તરંગી પ્રવૃત્તિઓમાં સાંકળી લેવાં.
·        સપ્તરંગી પ્રવૃત્તિઓના તાસમાં ગુજરાતી, ગણિત અને પર્યાવરણ એમ ત્રણેય વિષયનાં શક્ય હોય તે TLM બાળકોની મદદથી બનાવવાં.
·        સપ્તરંગી પ્રવૃત્તિઓની નોંધ માટે આપેલ નમુના મુજબનું સપ્તરંગી પ્રવૃત્તિ રજીસ્ટર નિભાવવું અને તેમાં પ્રવૃત્તિ કરાવ્યાની તારીખ નોંધવી. વર્ષ પૂર્ણ થયે આ રજીસ્ટર આગળના ધોરણના શિક્ષકને આપવું, જેથી અગાઉ થયેલ પ્રવૃત્તિઓ પછીના વર્ષે ફરીવાર ન થતાં નવી પ્રવૃત્તિઓ કરવી શકાય અને આ રીતે ૪ વર્ષના અંતે બાળકને મહત્તમ પ્રવૃત્તિઓનો લાભ મળે.

૯. ડિસ્પ્લે બોર્ડ:  

·        ડિસ્પ્લે બોર્ડની ઊંચાઈ એટલી જ હોવી જોઈએ કે જેથી બાળકો જાતે વસ્તુ પ્રદર્શિત કરી શકે.
·        ડિસ્પ્લે બોર્ડ પર તમામ બાળકોની પ્રવૃત્તિઓને સ્થાન મળવું જોઈએ.
·        ડિસ્પ્લે બોર્ડ પરની પ્રવૃત્તિઓ સમયાંતરે બદલતા જવું.
·        ડિસ્પ્લે બોર્ડ પર મૂકી ન શકાય, તેવી બાબતો અન્ય રીતે પ્રદર્શિત કરવી.
·        નવી પ્રવૃત્તિઓ ડિસ્પ્લે બોર્ડ પર મુક્યા બાદ જૂની પ્રવૃત્તિઓ બાળકના પોર્ટફોલિઓમાં મુકવી. 
૧૦. પ્રજ્ઞા શિક્ષક નોંધપોથી:   

·        તમામ શિક્ષકોએ પ્રજ્ઞા શિક્ષક નોંધપોથી બનાવવી.
·        પ્રજ્ઞા શિક્ષક નોંધપોથીમાં પોતે કરેલ નાવિન્યપૂર્ણ પ્રવૃત્તિઓ, તેમાં મળેલ પરિણામ, વર્ગની મજબૂત બાબતો, વર્ગની નબળાઈઓ અને તેણે દૂર કરવાનું આયોજન, વર્ગ માટે જરૂરી મટિરિયલ્સની યાદી વગેરેની નોંધ કરવી.
·        વર્ગની મુલાકાતે આવતા મુલાકાતી જેમ કે સી.આર.સી.સી. / બી.આર.સી.સી. / તા.કે.નિ. / બિ.કે.નિ.  વગેરેની પ્રજ્ઞાવર્ગની કામગીરી અંગેની વર્ગમુલાકાતની નોંધ પ્રજ્ઞા શિક્ષક નોંધપોથીમાં અવશ્ય લખાવવી.